કેનેડામાં મારે જેના ઘરે રહેવાનું હતું એ મારો મિત્ર ઉપેન્દ્ર પટેલ એરપોર્ટ પર મને રિસીવ કરવા આવેલ. બંને બાજુ સાત સાત લેન વાળા વિશાળ હાયવે ફોરોવન પર એક્સોવીસની સ્પીડે પુરપાટ દોડતી એક લકઝરીયસ કારમાં હું સ્તબ્ધ બની આજુબાજુ એક પણ હોર્ન માર્યા વગર દોડતી અસંખ્ય ગાડીઓ વિસ્મયસહ નિહાળતો, ટોરંટો ઈસ્ટના સ્કારબોરો એરિયા સ્થિત ટક્ષીડો કોર્ટના મારા મિત્રના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. સૌમ્ય સ્વભાવના તેના શ્રીમતી તથા બાળકોએ મને આવકાર્યો. જીવનમાં પ્રથમ વાર કોઈ મિત્રના ઘરે તેના ભરોસે અને આશરે રહેવાનું હતું. મિત્ર અને તેના પત્ની બંને જોબ કરે એટલે જરૂરી સુચનાઓ મને અગાઉથીજ આપી દીધેલી. સવારે હું ઉઠું એ પહેલા મોટે ભાગે તેઓ જોબ માટે નીકળી જતા. કેનેડામાં આવ્યા પછી સૌપ્રથમ પણ સૌથી વિષમ અને ભગીરથ કાર્ય હતું જોબ સર્ચ ..... કારણ ફક્ત એક અને અનિવાર્ય ........સર્વાંઈવલ ફોર એક્ઝીસટંટ !?!
નવો દેશ, નવી સામાજિકતા, નવું વાતાવરણ, નવું રાજકારણ અને નવું અર્થતંત્ર. આ બધા પરિબળો સાથે જોબ શોધવી એ પણ એક જોબ હતી અને એ એટલું આસાન પણ નહોતું. નજીક આવેલ એક એચઆરડી સેન્ટરમાં રોજ ચાલતો જતો, જોબ સર્ચ કરતો, રેઝ્યુંમી બનાવતો અને એપ્લાય કરતો. અગ્રેજીમાં કેનેડિયન એક્સેન્ટ સમઝવા અઘરા પડે, ટોરંટોના ટ્રાન્ઝીટ મેપમાં કઈ ગતાગમ ન પડે, જોબ સર્ચ માટે ઈન્ટરનેટની એટલી ઇઝી એક્સેસ પણ ન મળે, અને જ્યાં જ્યાં એપ્લાય કરતો ત્યાંથી કોઈ રિસ્પોન્સ ન મળે તોય પ્રયત્નો ચાલુ રાખતો. પરંતુ સમય વીતતો જતો હતો અને જોબનો કોઈ મેળ નહોતો પડતો એટલે ફિકર વધારે થતી. મિત્રે સલાહ આપી કે આમ બેસી રહેવાથી દાડૉ નહિ વળે જાતેજ જઈ તપાસ કર ક્યાંક તો મેળ પડી જ જશે. બીજો કોઈ તાત્કાલિક ઉપાય નહોતો એટલે જોબ સર્ચ માટે ડોર ટુ ડોર સંપર્ક કરવા નીકળી પડ્યો.
ફેબ્રુઆરી મહિનો ને ભયાનક ઠંડી .....ચારેકોર બરફના ઢગલા, માઈનસ ટ્વેલ્વ ડીગ્રી ટેમ્પરેચરમાં ઇન્ડિયાથી લાવેલ ગરમ વસ્ત્રો પહેરી, બસનું ભાડું બચાવવા એજ ભારેખમ સેફટી શુઝ પહેરી ચાલતો આજુબાજુના પાચ-દશ કીલોમીટરના વિસ્તારમાં આવેલ મોલમાં, ગ્રોસરીની દુકાનો, રેસ્ટોરંટ, ઓફીસ અને ફેકટરીઓમાં નોકરી શોધવા નીકળી પડતો. પણ દરેક જગ્યાએ રેઝ્યુંમી સાથે રેફરન્સ માંગે અને તેમાય પાછો કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સ નહિ એટલે મેળ ન પડે. ત્યારે ઘણી વાર વ્યથિત થઇ જતો અને ગુસ્સો આવી જતો કે એક તો સાવ લેબર જોબ અને તેમાય પાછો રેઝ્યુંમી, રેફરન્સ, ક્વોલિફિકેશન, એક્સપીરીયન્સ માંગે છે આ લોકો ...!?! પણ અન્ય કોઈ વિકલ્પ નહોતો એટલે મન મક્કમ રાખી હું રોજ રોજ દર દર ધક્કા ખાતો કે ક્યાંક તો મેળ પડી જશે. સમય વીતતો જતો હતો .....એક દિવસ ....બે દિવસ ....અઠવાડિયું .....મહિનો ......ક્યાય જોબનો મેળ પડે નહિ ....મિત્રના ઘરે આમ જ રહેવામાં મન ખુબ સંકોચાય. પણ મિત્ર ખુબ સારો ...અને મજબુરીનો માર્યો હું કશું કહી પણ ન શકું.
પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ હતાશા અને નિરાશા મન પર ઘેરાવા માંડેલી. હવે તો ભારેખમ સેફટી શુઝ ને લીધે ચાલી ચાલીને પગે છાલા પડવા લાગેલા તો પણ ઘા પર મલમપટ્ટી મારી લંગડાતા પગે જોબ સર્ચ ચાલુ રાખેલી. જયારે જયારે જોબ શોધવા નીકળતો ત્યારે હું વિચારતો કે પંચમહાલ જીલ્લામાંથી પેટીયું રળવા આવેલ ને રોજ રોજ મજુરી માટે નીકળી પડતા આદિવાસી ભીલ લોકો અને મારી વચ્યે ફરક શું ? મારી આ મનોદશા મારી માનસિક અવસ્થાને હતભ્રત કરી દેતી. હું આકુળ વ્યાકુળ થઇ જતો પણ બીજો કોઈ ઉપાય નહોતો મારી પાસે. આ બાજુ ઇન્ડિયા ફોન કરું તો પહેલો પ્રશ્ન આજ પુછાય કે જોબ મળી ગઈ ? હું જુઠું બોલતો કે જોબ મળી ગઈ છે ચિંતા ના કરશો ....પણ અહિયાં મારું મન જાણે.
મેનપાવરની શોર્ટેજને પહોંચી વળવા કેનેડાએ એ વખતે ઈમિગ્રેશન સીસ્ટમ લિબરલ કરેલી. દુનિયાના ખૂણે ખૂણેથી સ્કીલ્ડ પ્રોફેશનલ્સ અહી આવતા અને એ બધા મોટેભાગે ટોરંટોની આજુબાજુ ઠલવાતા. જોબ સર્ચ માટે એમ્પ્લોયમેન્ટ એજન્સીઓનો સંપર્ક અનિવાર્ય ગણાતો એટલે મારા જેવા નોકરી ઈચ્છુક ઉમેદવારોની ત્યાં લાઈનો લાગતી. એક દિવસ એવીજ કોઈ એજન્સીમાં ગયેલો. જોબ ફોર્મ ભરતી વખતે એક કોલમમાં ' નેટીવ ઇન્ડિયન ' અંગે કંઇક પુછાયેલું. આખું વાક્ય પ્રિન્ટીંગ મિસ્ટેકના લીધે બરાબર છપાયેલ નહિ પણ એમાં ઇન્ડિયન ઓરીજીન અંગે પૂછેલું એટલે મેં યસ લખી દીધેલું. એજન્સીના મેનેજરે ઈન્ટરવ્યુંમાં મારું ઇન્ડિયન ઓરીજીનનું આઈ ડી માંગ્યું ને મેં તેને હોંશે હોંશે મારો ઇન્ડિયન પાસપોર્ટ આપ્યો. ત્રાંસી નજરે મારી સામે જોઈ ચહેરા પર વ્યંગ્ય ભાવો સાથે તે અને બાજુમાં બેઠેલ તેની આસીસટન્ટ ગોરીબાઈ બંને મારી પર ખુબ હસેલા. મને લાગ્યું કે ચોક્કસ કૈંક બફાયું છે. પાસપોર્ટ પરત કરી અન્ય પૂછપરછ પતાવી મને એક પેમ્ફલેટ આપી વેઇટ કરવાનું કહેવામાં આવ્યું. એજન્સીનો મેનેજર મને ક્યાંક નોકરી મળે તો તેને કમીશન મળે એટલે કોઈ એમ્પ્લોયર સાથે ફોન પર માથાકૂટ કરી રહ્યો હતો. વાતચીતમાં ' હી ઈઝ જસ્ટ ઓફ ધ બોટ....ફ્રેશ ઓફ ધ બોટ ' એવા વિશેષણો વાપરતો પણ કઈ ન વળતા છેવટે એણે ફોન મૂકી દીધો. મને લાગ્યું કે કંઇક સ્પષ્ટતા કરવાની જરૂર છે એટલે મેં તેને કહ્યું કે ભાઈ હું બોટથી નહિ પ્લેનથી કેનેડા આવ્યો છું. ફરી વાર એજ પણ જરા વધારે વ્યંગ્યાત્મક હાસ્ય સાથે એણે મને માનભેર વિદાય કરી દીધો. 'નેટીવ ઇન્ડિયન' નો સામાજિક ભાવાનુવાદ તથા પોલીટીકલી ઇનકરેક્ટ અને ડીરોગેટરી એવા ' જસ્ટ ઓફ ધ બોટ કે ફ્રેશ ઓફ ધ બોટ ' નો તલસ્પર્શી અર્થ મને જયારે સમજાયો ત્યારે હું સમસમી ગયેલો. શરમના માર્યા ભોંઠા પડ્યાનો અને અપમાનિત થયાનો એક ઝાટકો મને રુએ રુએ અસર કરી ગયેલો.
નસીબજોગે એક કેનેડિયન ગોરો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. કેનેડિયન એક્સેન્ટ ઇગ્લીશમાં મેં તેને મારી દ્વિધા સમજાવવાની કોશિશ કરી. તેને લાગ્યું કે હું કોઈ હોમલેસ પુઅર પર્સન છું અને ભીખ માંગું છું....ટીપીકલ કેનેડિયન અગ્રેજીમાં કઈક બબડતો મારી ઘોર ઉપેક્ષા કરી તે ચાલ્યો ગયો. સાંજ પડવા આવેલી. હું ગભરાયેલો. એવામાંજ એક લંબરમુછીયો ટીનેજર વ્હાઈટ કેનેડિયન છોકરો ત્યાં આવી ચઢ્યો. તેને હું કૈંક કહેવા જાઉં એ પહેલાજ મારા દીદાર જોઈ ચહેરા પર નકારાત્મક ભાવો, આંખોમાં નફરત, ધિક્કાર, દ્વેષ અને રોષ સાથે મારી પર પ્રકોપ્યો .......f..k...ing .....immigrants !?!....... મારું મો બંધ થઇ ગયું, હોઠ સિવાય ગયા, ચહેરો લેવાઈ ગયો. ચારસો ચાળીશ વોલ્ટનો આંચકો લાગે એવો વજ્રઘાત મને લાગેલો. હું સ્તબ્ધ થઇ ગયો ....વિચારે ચઢી ગયો ....ઈમીગ્રન્ટ્સ ....યસ ઈમીગ્રન્ટ્સ ....પણ એ લેબલ સ્વીકાર્યા વિના કોઈ છુટકો નહોતો કારણ કેનેડાએ મને કંકોત્રી આપીને નહોતો બોલાવ્યો. મેં જાતેજ આ દેશને કાયમી ધોરણે રહેવા માટે પસંદ કરેલ એટલે એક પ્રકારના આ રેસિઝમનો ભોગ બનવું સહજવાત હતી.
ટોરન્ટોના અમુક એરિયામાં સ્થાનીય રૂઢીચુસ્ત કેનેડીયન રહેવાસીઓ માટે ' ઈમીગ્રન્ટ્સ આર નોટ વેલકમ ' એવું મેં સાંભળેલું. ખેર યેનકેન પ્રકારે ઘરે આવ્યો પણ રાત્રે ઊંઘ ન આવી ...નાયગ્રાના સપના તો એક બાજુ પણ એ 'એફ' વર્ડ અને ઈમીગ્રંટના લેબલે મારી ઊંઘ હરામ કરી દીધેલી. આંખમાં આંસુ પણ ન આવે એવી માનસિક યાતના સાથે એ વાસ્તવિકતાને સ્વીકારી માનસિક સમાધાન કરી આગળ શું કરવું એ પળોજણમાં ઊંઘી ગયો. બીજા દિવસે ઉઠ્યો ત્યારે પગે સોજા આવી ગયેલા, છાલા પર બાંધેલ રૂમાલ લોહી સાથે ઘા પર ચોંટી ગયેલ. હેલ્થ કાર્ડ આવેલ નહિ એટલે દેશી ઈલાજ કર્યો.

બે ત્રણ દિવસ જોબ સર્ચ માટે ન જવાયું ત્યારે ઘરે બેઠા બેઠા મગજમાં વિચિત્ર વિચારો આવે .....હું એમ આઈ હીયર એન્ડ વોટ ફોર એમ આઈ હિયર ? કહે છે વ્યક્તિ જયારે શરમીંદગીનો શિકાર બને છે ત્યારે હતાશા તેના મન પર હાવી થઇ જાય છે અને એમાય અમૂલની જોબ પર તો મેં ઓલરેડી રાજીનામું આપી દીધેલું. એટલે પરિસ્થિતિને સ્વીકારી લીધા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મારી જાત પર મને દયા આવતી હતી પણ મારી પર દયા ખાનાર કોઈ નહોતું. કેનેડા જતા પહેલા મારા બાપુએ મને શિખામણ આપેલી કે બેટા એટલું સહેલું નથી વિદેશમાં સેટ થવું પણ જયારે જયારે હતાશા તારા મન પર હાવી થઇ જાય ત્યારે ત્યારે વિધાયક વિચારો એટલે પોઝીટીવ થીંકીંગને વધુ મહત્વ આપજે તોજ તું સફળ થઇ શકિસ એટલે એ નકારાત્મક વિચારોને ખંખેરી નાખી હું ફરીથી જોબ સર્ચના ચક્કરમાં લાગી ગયો.
છેવટે દોઢ-બે મહિનાના રઝળપાટને અંતે સેપ્ટર નામની એક પ્લાસ્ટિક કંપનીમાં કાળી મજુરી અને પરસેવાથી રેબ ઝેબ થઇ જવાય એવી નર્યું વૈતરું કરવાની નોકરી મળી. મારી શૈક્ષણિક લાયકાત કે અનુભવનો કોઈ ઉપયોગ ન થાય એવી જોબ હતી પણ લેબલ હતું પ્રોડક્શન એસોસીએટ અને કલાકના સાતેક ડોલર મળે એટલે મન મનાવી લીધેલું. આઠ કલાકની નોકરી સોળ કલાકનું વૈતરું કરાવતી, જાયન્ટ પ્લાસ્ટિક મોલ્ડીંગ મશીન પર ભારેખમ વજન ઉપાડવાનું કામ. સુપરવાઈઝર એક ગોરો જાણી જોઇને મશીનની સ્પીડ વધારે રાખે. મીનીટે-મીનીટે પ્રોડક્ટ બહાર પડે, હું પંહોચી ન વળુ તો મને સમજાય નહિ એવી અંગ્રેજીમાં સ્વેરીંગ કરે. પંદર-પંદર મીનીટની બે બ્રેક મળે તેમાં ચાવવવાનું તો એક બાજુ ખાવાનું સીધું ગળે ઉતારી દેવાનું. આઠ કલાક ઘાંચીના બળદની જેમ પીલાઈને થાકીને લોથ પોથ થઇ ઘરે આવતો ત્યારે ટાંટિયા ઢીલા થઇ ગયા હોય ને પથારીમાં સીધું પડતું મુકતો. સવાર મારી ક્યારેય ન થતી. ઉઠું ત્યારે બપોર થઇ ગઈ હોય. બીજા દિવસે જોબ પર જવાનું સહેજેય મન ન થાય પણ બાવા બન્યા છે એટલે હિન્દી બોલ્યા વિના છૂટકો નહોતો.
અહિયાં સવાલ આ લેબર જોબનો નહોતો પણ મારી પ્રોફેશનલ લાયકાત પ્રમાણેની જોબ નહોતી એનો અફસોસ વધારે હતો. પણ તોય હું હિંમત નહોતો હાર્યો. જોબ મળ્યાની ખુશી ઇન્ડિયા ફોન કરી શેર કરતો કે પોપટ ભૂખ્યો નથી .....પોપટ તરસ્યોય નથી ...પોપટ તો કેનેડામાં લીલા લ્હેર કરે છે ! કાલે સૌ વાના સારા થશે એ આશાએ ખેતરમાં દાડિયે જતા ખેતમજૂરોની જેમ હું ઘડિયાળના કાંટાની માફક રોજ રોજ આ મજુરી....સો કોલ્ડ કેનેડીયન જોબ કરતો. અહી એક વાતની સહર્ષ નોધ લઉં છે કે આ મારી આ સંઘર્ષ યાતનામાં મારો પટેલ મિત્ર અને તેનું પરિવાર મારા દુઃખમાં ખુબ સહભાગી થયેલ જેનું વર્ણન કરું એટલું ઓછું છે. દોઢ-બે મહિના જોબ કરી બે કુકા કમાયેલો એટલે એનું રોકાણ કરી બે બેડરૂમ નું એપાર્ટમેન્ટ ભાડે લીધું અને સ્વતંત્ર રહેવા ગયો. કારણ સ્પષ્ટ અને ખુબ સ્વાભાવિક હતું .... નિર્ધારિત આયોજન મુજબ ઇન્ડિયાથી મારા બે બાળકો સાથે શ્રીમતીજી મારા સુખ (?) માં સહભાગી થવા પધારી રહ્યા હતા. એમના આગમન સાથે વધારાની જવાબદારીઓનો ફરી શરુ થયો એજ યાતનામય સંઘર્ષ.
ભોજનમાં ઈન્ડિયાનો ટેસ્ટ ન મળે, હોમ સિકનેસની અસર થવા માંડેલી, લોંગ ડિસ્ટન્સ કોલ ખુબ મોંઘા, મર્યાદિત આવક જેમાંથી એંસી ટકા એપાર્ટમેન્ટના ભાડા પેટે જતા, લાઈન જોબ મળે નહિ, ડીપ્રેસન જેવું લાગ્યા કરે, કાતિલ ઠંડી અને વર્ષના છ મહિના આવરી લેતો લાંબો વીન્ડચીલ વિન્ટર માનસિક રીતે થકવી નાખે. પણ એ બધામાં પરમેનન્ટ રેસિડન્ટ એટલે પીઆર કેટેગરીમાં આવેલ અમૂલના તેમજ બીજા ક્રિશ્ચિયન ગુજરાતી પરિવારોનો સંપર્ક અને પરિચય સંબંધોમાં વિકસેલો એટલે એકબીજાને મળવાની તકો ઉભી થતી. કહે છે સમદુખિયા ભેગા થાય ત્યારે આપણું દુખ ભૂલી જવાય છે. વારે તહેવારે ભેગા થતા અમે સૌ કોઈ એકબીજાને હુંફ અને આશ્વાસન આપતા. આ બધાના સત્સંગમાં સારું લાગતું એટલે હૈયે થોડી શાંતિ વરતાતી.
રીચર્ડ ડેવિસ નામના એક રીક્રુટર ના સંપર્ક આવેલ. તેને મારા રેઝ્યુંમીમાં રસ પડેલો. મને ડેરીમાં જોબ મળે તે માટે તેના તમામ સંપર્કો અને સમીકરણો કામે લગાવી દીધેલા. પણ દરેક જગ્યાએ કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સ માંગે. મારા એન્જીન્યરીંગ એજયુકેશનનું એસેસમેન્ટ કરાવ્યું. જવાબ આવ્યો વધારે ભણવું પડશે અને ફી પણ ખુબ મોંઘી. એટલા ડોલર પણ નહોતા તે વખતે એટલે ભણવાનું મોકૂફ રાખ્યું. રીક્રુટર કહે મારી રેઝ્યુંમી બહુ હાઈ પ્રોફાઈલ છે અને એવી જોબ મળવી હાલના તબક્કે મુશ્કેલ છે એટલે રેઝ્યુંમીને લો પ્રોફાઈલ કરી ડેરીની જે જોબ મળે તે સ્વીકારી લેવી એમ મન મનાવી એ માટે પ્રયત્નો ચાલુ રાખ્યા. ઈન્ટરવ્યું આવે પણ મેળ ન પડે ....કારણ ફક્ત એકજ .... કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સનો અભાવ.
આમ ને આમ વરસ વીતી ગયેલું. પ્લાસ્ટિક કંપનીની જોબ શરીર પર ખુબ વીતે. વિપરીત પરિસ્થિતિઓમાં લેબર જોબની શારીરિક તો ઠીક પણ માનસિક અસર વધારે વરતાતી. કઠીન અને કષ્ટદાયક સંઘર્ષ કમજોર કરી દેતો, નિરાશાની પરાકાષ્ઠા હતાશામાં પરિણમતી, તન મનને અકળાવી મૂકતી, માનસિક સ્થિરતા અસમતુલીત કરી દેતી. ઘાયલ કી ગત ઘાયલ હી જાને પણ મને મારા પર વિશ્વાસ હતો અને મારી પ્રેરણા હતા મારા બાપુ અને તેમના હસ્તલિખિત પત્રોનો સથવારો. તેઓ કહેતા કે, બેટા.... " સેલ્ફ પીટીનેસ ઈઝ વર્સ્ટ પાર્ટ ઓફ સેલ્ફ હ્યુંમીલીયેશન " જીવનમાં નિરાશા ને તેને પગલે હતાશા હમેંશા આવશે. પણ નિરાશાથી હેરાન ન થતો ને હતાશાને કોઈ પણ રીતે તારી પર હાવી ન થવા દેતો.

છેવટે દોઢ વર્ષની મજુરી અને સંઘર્ષ યાતનાને અંતે એક દિવસે આશાના કિરણો દેખાયા. પારમાલટ કેનેડા નામની એક ડેરીના ઇન્ટરવ્યુંમાં અમુલની આંતરરાષ્ટ્રીય ખ્યાતી અને ડો. કુરિયનનું નામ કામ કરી ગયા. અને હાલમાં છું તેજ ડેરીમાં મને મારી ફિલ્ડની કહી શકાય તેવી એન્જીનીયર કે મેનેજમેન્ટની નહિ પણ એક ટેકનીશીયન તરીકેની નાઈટ શિફ્ટની અને તેમાં પણ સેફટી શુઝ ફરજીયાત પહેરવા પડે એવી જોબ મળી. ઇન્ડિયાથી રેમંડ શૂટની નીચે પહેરેલ સેફટી શુઝ કે જે હવે વપરાય, ઘસાયને ફાટી ગયેલા એજ સેફટી શુઝ પહેરી પહેલે દિવસે હું જોબ પર ગયો ત્યારે એ સેફટી શૂઝનું માહાત્મ્ય મને બરાબર સમઝાયું. નવી જોબનો ગર્વ અને આનંદ તો ખુબ થયો પણ તે ઝાઝો ન ટક્યો કારણ આ જોબ નવા સમીકરણો, સમસ્યાઓ, પડકારો અને વિટંબણાઓ લઈને આવેલી.
જોબનું સ્થળ ખુબ દુર, ટોરોન્ટોની બહાર એક બીજા ટાઉનમાં, જવા માટે મારે બે બસ અને એક ટ્રેન લેવી પડતી. ડેરી પ્લાન્ટ છેક કન્ટ્રી સાઈડે, બસ ત્યાં સુધી જાય નહિ, બસ સ્ટેન્ડથી ત્યાં સુધી જવા માટે અડધો કલાક ચાલવું પડતું, રસ્તો સાવ નિર્જન અને વેરાન, વિન્ટરમાં ત્રણ ચાર ફૂટ સ્નોના ઢગલા હોય, અપડાઉન સાત કલાકનું અને જોબ દશ કલાકની. ઘરે માત્ર નાવાધોવા અને થોડું ઊંઘવા માટે આવતો, રસ્તામાં ખાઈ લેતો અને બાકીની ઊંઘ બસમાં ખેચી કાઢતો. જોબ શારીરિક રીતે અને અપડાઉન માનસિક રીતે થકવી નાખે, જોબ પર ગોરાઓનું વર્ચસ્વ, મારા ડીપાર્ટમેન્ટમાં હું એક માત્ર બ્રાઉન, મારી સામે વિચિત્ર દ્રષ્ટિથી જોતા લાઈક આઈ એમ અન એલીયન ફ્રોમ એ સ્ટ્રેઈન્જ પ્લેનેટ, ચેન્જરૂમમાં મારા લોકર પર વિચિત્ર ચેડા થતા, કેફેટેરીયામાં મારા ઇન્ડિયન ફૂડની સ્મેલ તેમને ખુચતી એટલે ટેબલ પર મારી સાથે કોઈ બેસે નહિ, તેમની ચર્ચાઓમાં ' ઑડ નંબર્સ ' અને ' અનાધર ઈમીગ્રન્ટ ' જેવા વિશેષણો વારંવાર મારા કાને અથડાતા. પણ એક પ્રકારના આ રેસિઝમની સામે નિસહાય બની પરિસ્થિતિ સ્વીકાર્યા વિના કોઈ છૂટકો નહોતો ! મારા બાપુ મને કહેતા કે બેટા તારું કામજ તારી સાચી ઓળખ છે એટલે હું મન લગાવી કામ કરતો. છેવટે મારૂ કામ બોલ્યું અને મારા પરફોર્મન્સને લીધે મારી સ્વીકૃતિ થઇ. પણ આ સ્વીકૃતિના સમર્થન માટે જે મનોયાતનામાંથી હું પસાર થયો તે અસહ્ય, અવર્ણનીય અને ખુબ દર્દજનક છે જેની વિગતે વાત ફરી કોઈ વાર કરીશ. નવી જોબના અનુભવોથી હું ખુબ ઘડાયો, મારો આત્મવિશ્વાસ વધ્યો, મનોબળ વધારે દ્રઢ થયું તેમજ આ જોબ પણ સારી એવી ચાલી એટલે અપડાઉનની ઝંઝટમાંથી છુટવા હું ટોરંટો થી જોબના સ્થળે બ્રામ્પટન શહેરમાં મુવ થઈ ગયો.........

No comments :
Post a Comment