નિવૃત્તિ ....... એક વાત, એક વ્યથા !
" વેલકમ એબોર્ડ મિસ્ટર ન્યુ હાયર....! " લંચ ટાઇમમાં હું મારી કંપનીના કેફેટેરિયામાં બેઠો હતો.. એક કેનેડીયન ગોરાએ અચાનક ત્યાં આવી મારું અભિવાદન કર્યું. હું બગવાય ગયો. શું જવાબ આપવો એની મને કોઈ સૂઝ ન પડી. વ્હાઈટ મેજોરીટી ધરાવતી કેનેડીયન બેઇઝ એક મલ્ટીનેશનલ કંપનીમાં હું નવો નવો જોબ પર લાગેલો. નવું વાતાવરણ, નવા લોકો તથા જોબની નવી જવાબદારીઓ વચ્યે હું જોબ ઇનસિક્યોરીટી તથા એક પ્રકારની અજીબ એવી સોસીઅલ આઈસોલેશનની અનુભૂતિ મહેસુસ કરી રહ્યો હતો. એવી પરિસ્થિતિઓમાં આ અભિવાદન ! હકારમાં ફક્ત માથું હલાવી મેં તેને એક સ્માઈલ આપ્યું.

ગોરાઓનું વર્ચસ્વ ધરાવતી આ મલ્ટીનેશનલ ફૂડ ઇન્ડસ્ટ્રિમાં મને જયારે નવી નવી જોબ મળી ત્યારે મારી સાથે સૌ પ્રથમ જો કોઈ વ્હાઈટ ભાઈએ હાથ મિલાવ્યો હોય તો તે આ ડગ ! નવી જોબ પર મને શરૂઆતમાં ડીસ્કરીમીનેશનના ઘણા અનુભવો થયેલ. એ પરિસ્થિતિઓમાં આ શ્વેતભાઈએ મારો હાથ પકડેલો અને મારી વારે ધાયેલો. કેફેટેરિયામાં મોટે ભાગે હું એકલો જ ટેબલ પર હોઉ ત્યાં એ બેધડક મારી સાથે આવી બેસતો, જમતો અને વાતો કરતો. તેની વાતોમાં હું એક પ્રકારની સોસીઅલ ફ્રીકવન્સી અનુભવતો. તેને જયારે ખબર પડી કે હું આ જોબ પર આવવા માટે બે બસ અને એક ટ્રેન લઇ અપડાઉન કરું છું તો તેની કારમાં મને ઘણીવાર છેક મારા એપાર્ટમેન્ટ સુધી ડ્રોપ કરી જતો તેમાય વીન્ટરમાં તો ખાસ. મારા રહેઠાણથી તે રહેતો બિલકુલ વિરુધ્ધ દિશામાં એટલે હું તેને ના પાડતો કે ડગ તને ઊંધું પડે પણ તોય ન માનતો કહે, મેક, બડી, ઇટ્ઝ વિન્ટર ટાઇમ, ડોન્ટ વરી, ઇટ્ઝ એ મેટર ઓફ જસ્ટ અન આવર મોર.
મિત્રતાની આવી અનોખી મિશાલ ધરાવતો આ ડગ હાલમાંજ નિવૃત્ત થયો. નિવૃત્તિવેળાએ તેણે મને ભારપૂર્વક કહેલું, મેક, ડોન્ટ ફરગેટ મી, કીપ પેઈંગ યોર વિઝીટસ એટ માય હોમ, યુ નેવર નો, વન ડે યુ વીલ હીયર ડગ ઈઝ નો મોર, એન્ડ ધેન ડોન્ટ રીપેન્ટ ધેટ યુ કુંડન્ટ સી મી ......!
સ્વભાવે મનમોજી પણ ખુબ મહેનતુ, એકદમ સીધો, સાદો અને સરળ. કોઈ આડંબર કે અહમ નહિ અને વહાઈટ હોવાનો તો સહેજેય સુપીરિઆરીટી કોમ્પ્લેક્ષ નહિ એવા ડગની, જિંદગીને એક સ્પીરીટ એક શાનથી જીવવાની અદા મને ખુબ સ્પર્શી ગયેલી. નિવૃત્તિના થોડા સમય પહેલા તેણે મને એક બ્રેકીંગ ન્યુઝ જેમ શોકીંગ અને આશ્ચર્યચકિત થઇ જવાઈ એવી વાત કરેલી. નિવૃત્તિના છેલ્લા મહીને એક દિવસ તેણે મને કેફેટેરિયામાં બોલાવ્યો, મેક, કમ હીયર બડી સીટ વીથ મી આઈ વોન્ટ ટુ શો યુ સમથિંગ અને તેના સેલફોન પર મને તેણે થોડા ફોટા બતાવ્યા. ફોટા કોઈ એક સીમેટ્રીના હતા. કોઈ એક ગ્રેવ ના હતા, ગ્રેવના સ્ટોન પર કોઈનું નામ હતું. એન્લાર્જ કરીને વાંચ્યું તો આઈ કુડન્ટ બીલીવ વોટ આઈ એમ રીડીંગ, ગ્રેવ સ્ટોન પર લખ્યું હતું.........Mr. Douglas Langely.... RIP ...Born date......વગેરે વગેરે ! હું સ્તબ્ધ થઇ ગયો ! ડગે મને કહ્યું .......મેક....ધેટઝ ફોર માય ડેથ પ્રીપ્રેશન એન્ડ સેલેબ્રેશન.....આઈ હેવ બુક્ડ માયસેલ્ફ ઇન ધીઝ સીમેટ્રી સો માય ફેમીલી ડઝન્ટ હેવ ટુ વરી અબાઉટ માય ફ્યુનરલ.....ઓન્લી થિંગ ધે હેવ ટુ ડુ ઈઝ જસ્ટ રાઇટ માય ડેથ ડેટ .....હું અવાક થઇ ગયો. આમ તો આ બાબત કેનેડામાં કોમન છે પણ મારા માટે નહોતી. અને ડગના ચહેરા પર એવો કોઈ ભય કે ભાવ પણ નહોતો. એતો મુક્ત મને સ્માઈલ કરતો હતો......ધેટઝ લાઈફ મેક......વન ડે એવરીબડી હેઝ ટુ ગો......વ્હાય નોટ ગો હેપીલી ..........!






મલ્ટીકલ્ચરાલીઝ્મની સંવિધાનિક માન્યતા ધરાવતો કેનેડા દેશ વિશ્વસ્તરે બિનસાંપ્રદાયિકતાનું એક બેનમુન દ્રષ્ટાંત છે. વિશ્વના ખૂણે ખૂણેથી લોકો અહી આવી વસ્યા છે. તેમની ભાષા, તેમની સંસ્કૃતિ અને રીતિરીવાજો સાથે અહીના વાતાવરણમાં તેઓ દુધમાં સાકરની જેમ ભળી ગયા છે. સંબંધોની પરિભાષા મને અહી આવીને આ વિદેશી લોકો પાસેથી વધુ સમઝાઈ છે. સમયના વ્હેણમાં અમુક સંબંધો અહી એક વટવૃક્ષની જેમ ફૂલે ફાલે છે જેની પારિવારિક મુલાકાતો મનને અઢળક શાંતિ અને અપાર આનંદ બક્ષે છે. ડગનું પરિવાર તેનું એક જીવંત ઉદાહરણ છે. ભૌતિક સુખસમૃદ્ધિથી ભરપુર એવા આ કેનેડા દેશમાં આવી નિખાલસ વ્યક્તિઓ અને આવા પ્રેમાળ પારિવારિક સંબંધો બહુ જુજ જોવા મળતા હોય છે.
વિદેશવાસ ભૌતિક મોહમાયાજાળનું એક ભ્રમિક સુખ છે, જેને પામવા મેં છેક કેનેડા સુધી દોડ લગાવી. મને ખબર નથી આ દોડમાં હું જીત્યો કે હાર્યો ? પણ સમયની આ દોડમાં કાચબાની જેમ ધીરગંભીર પણે ચાલીને ડગ આ રેસ ચોક્કસ જીતી ગયો છે.
મધુરમ જોસેફ મેકવાન
જોમે ચેરીટી ફાઉન્ડેશન
ટોરંટો, કેનેડા.