કેનેડા : શમણાના મૃગજળ
સાતમું પાસ કરી આઠમામાં આવ્યો ત્યારે મારા બાપુના એક ખાસ મિત્ર અમૃતભાઈ ચાંપાનેરી જેમને અમે પ્રેમભાવે કાકા કહી સંબોધતા એ અમેરિકા માઈગ્રેટ થયેલ. તે અરસામાં કોઈ અમેરિકા જાય એ બહુ મોટી વાત ગણાતી અને માન્યામાંય ન આવે એટલે જનાર વ્યક્તિ અમને બહુ નસીબદાર લાગતી. અને તેમાય મારા બાપુના ખાસ મિત્ર અમેરિકા જાય એ અમારે માટે ખુબ ગર્વની વાત હતી. અમેરિકા ગયા પછી પત્રો ધ્વારા તેઓ મારા બાપુના સંપર્કમાં રહેતા. અમેરિકા વિષે અવનવું જાણી અમેં આશ્ચર્યચકિત થઇ જતા. અમને લાગતું કે કાકા ખરેખર નસીબદાર છે. આ વાતને લગભગ ત્રણ ચાર વર્ષ થઇ ગયા હશે. હાઈસ્કુલ પતાવી હું કોલેજના પ્રથમ વર્ષમાં ભણતો. એ વર્ષે ચાંપાનેરીકાકા અમેરિકાથી સહકુટુંબ ઇન્ડિયાની મુલાકાતે આવેલા, અને અમારા આશ્ચર્ય વચ્યે અમારે ઘરે પધારેલા, ખુબ ભેટસોગાદો લાવેલા અને અમારે ઘરે ખાસું એવું રોકાયેલા. અમેરિકાની અવનવી વાતો તેમના મુખેથી સાંભળી અમે દંગ થઇ જતા. વધુ જાણવાની તીવ્ર જીજ્ઞાસા થતી કે એવો તે કેવો દેશ હશે આ જ્યાં સ્વર્ગ જેવું સુખ મળે ! તેમના અમેરિકા પરત ફર્યા બાદ થોડા સમયગાળામાં મારા બે અંગત મિત્રો, દીપક અને કેતન ક્રિશ્ચિયન રિલેશનશિપ સ્પોન્સર બેઝ હેઠળ તેમના કુટુંબો સાથે અમેરિકા માઈગ્રેટ થયેલા. દીપક મારીજ સોસાયટીમાં રહેતો એટલે અમેરિકાથી જયારે પણ એ ઇન્ડિયા આવે ત્યારે અચૂક મારે ઘરે પધારતો. સ્ટાયલીસ્ટ અમેરિકન જીન્સ, ટીશર્ટ, ગોગલ્સ અને કેપ પહેરતો, અમેરિકાની મોટી મોટી વાતો કરતો ને સ્ટેચ્યુ ઓફ લીબર્ટી તથા નાયગ્રા ફોલના ફોટા બતાવતો. અમેરિકામાં એન્જોય કરતા તેના ફોટા જોઈ અમે દિગ્મૂઢ થઇ જતા પણ તેની ઈર્ષ્યા ખુબ આવતી એટલે રાતે સપનામાં આ ફોલ કે સ્ટેચ્યુ ન આવતા.
સમય વીતતો ગયો. ઓગણીસો એંસીના દાયકામાં કોલેજ પૂરી કરી હું અમુલ ડેરીમાં જોબ કરતો. તે વખતે આણંદ, ખેતીવાડીની ડેરી સાયન્સ કોલેજમાં એમએસસી કરતો મારો ગાઢ મિત્ર શાંતિલાલ વધુ અભ્યાસ અર્થે સ્ટુડંટ વિઝા પર પીએચડી કરવા અમેરિકા ગયેલો. અને અમુલમાં જોબ કરતા મોટા ભાગના મારા પટેલ મિત્રો પણ દેશી અમેરિકન કન્યાઓને પરણી એક પછી એક ત્યાં માઈગ્રેટ થવા લાગેલા. આ બધા મને પત્રો ધ્વારા અમેરિકાની ખુબ વાતો કરતા અને ફોટાઓ મોકલતા ત્યારે મને પણ અમેરિકા જવાની મનોમન એક ઉમ્મીદ જાગેલી. એજ અરસામાં મારા બાપુ અમેરિકાની યાત્રાએ ગયેલા. પરત ફર્યા બાદ સ્વાનુભવો પરથી તેમણે વિદેશમાં સ્થાયી થવું કેટલું કઠીન છે તેનું વાસ્તવિક વર્ણન અમને કરેલ તોય મને અમેરિકા જવા માટે એક ધૂન ચઢેલી ને મેં શક્ય એ તમામ પ્રયાસો ગંભીરપણે ચાલુ કરી દીધેલા. પણ અમેરિકાના વિઝા મળવા એ કોઈ આમવાત નહોતી. કોઈ સ્પોન્સરશીપ કે રીલેશનશીપ બેઝ ન હોવાને લીધે મારા તમામ પ્રયાસો મહદંશે અસફળ રહેલા એટલે છેવટે નિરાશ થઈ મેં 'વિદેશ પ્રસ્થાન પ્રોજેક્ટ' પર પૂર્ણવિરામ મૂકી મન મનાવી દીધેલું કે કદાચ આપણા નસીબમાં જ ફોરેન જવાનું નહિ લખ્યું હોય.
લગ્ન થઇ ગયેલા ને ઘર સંસારમાં પરોવાયેલો એટલે અમૂલની કારકિર્દીમાં જ ધ્યાન કેન્દ્રિત કરી દીધેલું. પણ વધતી જતી મોંઘવારી અને અમૂલના પગારમાં મન માંને નહિ એટલે વળી વળીને દશ વર્ષે પરદેશ જવાની લાલસા ફરી સળવળેલી. તે વખતે કેનેડાની ઈમિગ્રેશન સીસ્ટમમાં સ્કીલ્ડ બેઝ કેટેગરીમાં પોઈન્ટ સીસ્ટમ પર ફાઈલ કરી શકાતી. કેનેડા વિષે આમ તો ઝાઝી જાણકારી નહિ પણ તોય અમેરિકા નહીતો કેનેડા, ટ્રાય તો કરીએ એમ માની મેં ફાઈલ કરેલ. કેનેડા વહેલી તકે જવાય એ લાલચે એક લેભાગુ એજન્ટના ચક્કરમાં હું ફસાયેલો ને સારા એવા નાણા ખર્ચી ચુકેલો. એજન્ટના કહેવા મુજબ ઓફશોર ફાઈલ એટલે ઇન્ડિયા સિવાય અન્ય કોઈ દેશમાંથી તમે ફાઈલ કરો તો વિઝા આવતા વાર નહિ લાગે તેવી સલાહ માની મેં લંડન-ઇંગ્લેન્ડથી ફાઈલ કરેલ ને મારા આશ્ચર્ય વચ્યે ત્રણ મહિનામાં તો લંડનથી વિઝા માટે મારું ઈન્ટરવ્યું આવેલ. હવે પ્રશ્ન હતો કે લંડન જવું કેવી રીતે. એજન્ટ કહે એ બાબતે તેની કોઈ જવાબદારી નહિ ને ઉપરથી તેના કોન્ટ્રાક્ટ પેપર પર મેં સહી કરેલ એટલે બાકીના પૈસાની ઉઘરાણી કરે.
ગાંઠના પૈસા ખર્ચી હું મુંબઈ ગયો ને ઇંગ્લેન્ડની એમ્બેસીમાં વિઝીટર વિઝા માટે અરજી કરી .ઈન્ટરવ્યું લેનાર એક ગોરી બાઈ મને પૂછે કેનેડાના ઇન્ટરવ્યુંમાં ફેઈલ થયા તો ઇન્ડિયા પાછા આવશોજ એની ગેરંટી શું ? એને મારા જવાબથી સંતોષ ન થતા મારા દેખતાજ મારા પાસપોર્ટ પર રીજેક્ટનો સિક્કો ધબ દઈને મારી દીધો. છાતી પર કોઈએ જોરદાર ઘા કર્યો હોય એવી વેદના થયેલી ને હું એમ્બેસીની બહાર આવ્યો ત્યારે મુશળધાર વરસાદ પડે. ફોરેન જવાની હાથવેંત આવેલ તકમાં મળેલ નિષ્ફળતા ખુબજ આઘાતજનક હતી . વિલે મોંઢે રાતે ટ્રેન પકડી હું પરત ફર્યો. વહેલી સવારે દરવાજો ખોલતી પત્નીએ મારી નિરાશ મુખાકૃતિ પરથી કયાસ કાઢી લીધેલો એટલે કશુજ પુછેલ નહિ પણ મારી વાત સાંભળી મને બધું સારું થશે એવો વિશ્વાસ બંધાવેલ. પણ હું દ્વિધામાં હતો કે હવે કરવું શું ?
એ વીકેન્ડમાં હું મારા બાપુને મળવા ગયેલ. તેમણે સલાહ આપી કે કેનેડિયન એમ્બેસીમાં તારી આપવીતી જણાવતી તથા કોઈ ઉપાય માટેની વિનંતી કરતી અરજી કર. તેમણે મને ગુજરાતીમાં ડ્રાફ્ટ લેટર બનાવી આપ્યો જેનો અગ્રેજી અનુવાદ કરી મેં અરજી મોકલી આપી, મારા આશ્ચર્ય વચ્યે થોડાજ સમયમાં મારી ફાઈલ દિલ્હી ટ્રાન્સફર થઇ ગયેલી પણ આગળ કોઈ પ્રોગ્રેસ નહિ. ફોરેન જવાનું મારું સપનું મને સાકાર થતું લાગેલું એટલે મેં બાધાઓ-માનતાઓ માનવાનું ચાલુ કરી દીધેલું. ખેર અંતે મારી પ્રાર્થના ફળી અને તે પણ એવી કે વગર ઈન્ટરવ્યુંએ મને સીધાજ મેડીકલ માટેના પેપર મળ્યા ને થોડા સમય બાદ વિઝા પણ. વિઝા આવ્યા એ દિવસે મારા નાનાભાઈ અમિતે મને અમુલની જોબ પર ફોન કર્યો, " મધુ ....પડતું મેલ બધું ને આવતો રે ". હું સાર પામી ગયેલો ને હરખભેર મારું જુનું ખખડધજ બજાજ ચેતક સ્કુટર મારી મૂકી ઘરે પહોંચી ગયેલો. વિઝાના કાગળિયાં જોઈ હરખનો માર્યો હું ખુબ ફૂલાયેલો કે હુંય હવે મારા મિત્રોની માફક ફોરેન જઈશ. બીજા દિવસે સાંજે અમારા વિશાળ પરિવારના મુખ્ય નિવાસસ્થાને વિઝા મળ્યાની ઉજવણી નિમિતે ભવ્ય પાર્ટી થઇ. પણ રાત્રે મને ઊંઘ ન આવી. હું જાગતાજ સ્ટેચ્યુ ઓફ લીબર્ટી તથા નાયગ્રા ફોલના રંગીન સપનાની દુનિયામાં ખોવાય ગયેલો.

ક્રમશઃ ......
No comments :
Post a Comment